PM મોદીના જન્મદિવસે પોરબંદરના સત્યનારાયણ મંદિરમાં ધ્વજારોહણ કરાયું - પોરબંદરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ આજે એટલે કે ગુરુવારે વડાપ્રધાન મોદીનો 70મો જન્મદિવસ છે. PM મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ તેમજ સાંસ્કૃતિ સેલ દ્વારા ભગવાન શ્રી સત્યનારાય મંદિરમાં નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાએ પૂજાવિધિ કરી વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી હતી.