યાત્રાધામ દ્વારકામાં ફૂલદોલ ઉત્સવની ધામધૂમ પુર્વક ઉજવણી - DWR
🎬 Watch Now: Feature Video
દ્વારકાઃ હોળી-ધૂળેટી પર્વ પર યાત્રાધામ દ્વારકાધીશ મંદીર ખાતે ફૂલદોલ મહોત્સવની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચારધામ પૈકીનું એક ધામ એવા દ્વારકામાં દર વર્ષે ફૂલદોલ ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુ અહી દર્શને આવે છે. જેમા ભગવાન દ્વારકાધીશ સંગ ધૂળેટી રમવા ભક્તો અહીં ધૂળેટીના દિવસે ફૂલદોલ ઉત્સવમાં મોટી સખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતાં. દ્વારકા મંદિરના પરિસરમા જય દ્વારકાધીસના નાદ સાથે અબીલ-ગુલાલ સાથે જય દ્વારકાધીશના નાદથી દ્વારકા રંગાયું હતુ. ભક્તોની સાથે ભગવાન દ્વારકાધીશને પણ ધુળેટી રમવા ચાંદીની પિચકારી અને કલર ઊંડાડી તેમની સાથે ફૂલદોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ફૂલદોલ ઉત્સવના લીધે દ્વારકામા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.