ગોંડલ પંથકમાં 1 દિવસના વિરામ બાદ ફરી મેધરાજાની એન્ટ્રી - rajkot latest news
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજકોટના ગોંડલ શહેર તેમજ પંથકમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. એક દિવસના વિરામ બાદ આજે ફરી મઘરાજાની પધરામણી થઈ છે. ગોંડલ શહેર ઉપરાંત મોવિયા, વાસાવડ, ચરખડી, બીલડી, પાટીદડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગોંડલમાં 1 દિવસ પહેલા ધોધમાર 4 ઇંચ વરસાદ વરસી ગયો હતો, ત્યારે મેઘરાજાએ એક દિવસના વિરામ બાદ આજે ગોંડલ તેમજ પંથકમાં વાવણી લાયક વરસાદ વરસતા જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી છે.