ઉપરવાસમાં ભારે વરસાદને લીધે રાજુલાનો ધાતરવડી ડેમ-1 ઑવરફલો - અમરેલી ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

અમરેલીઃ જિલ્લાનો રાજુલાનો ધાતવરડી ડેમ-1 ભારે વરસાદના કારણે ઑવરફ્લો થયો છે. છેલ્લાં ઘણાં સમયથી દરિયાઈ વિસ્તારમાં પડતાં વરસાદના કારણે ધાતરવડી ડેમ -1 ઓવરફ્લો આસપાસના 13 ગામને ફાયદો થશે. તો બીજીતરફ ધાતરવડી ડેમ -2 પણ ઑવરફ્લો થવાની તૈયારીમાં છે. ધાતરવડી ડેમ- 2 રાજુલા પંથકનો જીવાદોરી સમાન ડેમ છે. ધાતરવડી ડેમ-2 ઑવરફ્લો થવા માટે માટેની સપાટી માત્ર 1 ફૂટ બાકી છે. પાણીની આવક ઉપર તંત્ર દ્વારા સતત નજર રખાઇ રહી છે અને નીંચાણવાળા ગામને એલર્ટ કરાયા છે.