ફુલડોલ ઉત્સવ માણવા દ્વારકા આવેલા શ્રદ્ધાળુનું ગોમતીમાં ડૂબી જવાથી મોત - ડૂબી જતાં મોત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 8, 2020, 4:50 PM IST

દેવભૂમિ દ્વારકાઃ આગામી હોળી અને ફુલડોલ ઉત્સવ માણવા માટે દ્વારકા આવેલા શ્રદ્ધાળું યુવાનનું ગોમતી નદીમાં ડૂબી જવાથી ગત રાત્રીએ મોત નિપજ્યું હતું. આ યુવાન મહુવાથી પદયાત્રામાં દ્વારકા આવ્યો હતો. શૈલેષ ભાનુભાઇ કવાડ(19 વર્ષ) નામનો યુવાનન ગોમતી નદીમાં નવા ઘાટ પર ન્હાવા જતા પગ લપસી ગયો હતો. આ બનાવની જાણ થતા દ્વારકા 108ની ટીમ દોડી આવી હતી. 108ની ટીમે યુવાનને દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો, પરંતુ યુવાનની સારવાર થાય એ પહેલાં મૃત્યુ થયું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.