ભરૂચના પાલેજમાં ભારે વરસાદને કારણે નવરાત્રીનો મંડપ ધરાશયી - ભરૂચ જિલ્લામાં સરેરાશ 161 ટકા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4654049-thumbnail-3x2-jj.jpg)
ભરૂચઃ પાલેજ પંથક અને આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભરૂચના પાલેજ પંથકના વાતાવરણમાં બપોરના સમયે અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નવરાત્રી માટે બાંધવામાં આવેલ મંડપ પણ ધરાશયી થઈ ગયો હતો, ખેડૂતોના ઉભા પાકને પણ નુકશાન પહોચ્યું હતું. ભરૂચ જિલ્લામાં સરેરાશ 161 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે, ત્યારે મેઘરાજા હવે ખમૈયા કરે એવી લોકો આશા રાખી રહ્યા છે.