દિવસમાં પણ વીજળી આપવાની ખેડૂત સમાજની માગ - દિવસમાં પણ વીજળી આપવાની ખેડૂત સમાજની માગ
🎬 Watch Now: Feature Video

સુરતઃ કોરોના વાઇરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે તમામ ધંધા વેપાર અને લઘુ ઉદ્યોગો હાલ સદંતર બંધ પડી ગયા છે. જેમાં સુરતના લઘુ ઉદ્યોગોના કારણે હાલમાં વધતી વીજળીના પગલે ખેડૂતોને દિવસમાં પણ વીજળી આપવાની માંગ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, દિવસમાં વીજળી આપવાથી ખેડૂતો વધૂથી વધુ શાકભાજી, દૂધનું ઉત્પાદન કરી શકશે. જેથી રાજ્ય સરકાર ખેડૂત હિતમાં નિર્ણય કરે તેવી માંગણી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ તરફથી છે.