ડાંગમાં PM કિસાન યોજના અંતર્ગત લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવશે - PM કિસાન યોજના
🎬 Watch Now: Feature Video
ડાંગ: જિલ્લામાં કિસાન ક્રેડિટ કાર્ડની વહેચણી માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રી કિસાનનિધિ યોજના અંતર્ગત 2018થી ઝુંબેશ રૂપે પી.એમ કિસાનનો લાભ ત્રણ હપ્તામાં આવ્યા છે. જેમાં ડાંગ જિલ્લાના 24,312 ખેડૂતોને પી.એમ કિસાન યોજના અંતર્ગત નાણાકીય લાભ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ સરળતાથી મળી રહે તે માટે 8 થી 23 ફેબ્રુઆરી સુધી કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જે કિસાનો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે, તેમની લિમિટ વધારવી હોય તો 1,60,000 રૂપિયા સુધી કોઈ પણ ડોક્યુમેન્ટ વગર કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી તેઓને 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. અત્યાર સુધી કૃષી પાકો ઉપરાંત પશુપાલન અને મત્સ્ય ઉધોગ બાબતે પણ ધ્યાનમાં રાખીને તેઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની યોજના છે.
Last Updated : Feb 11, 2020, 7:28 PM IST