ભાવનગર: આગામી ખેલ મહાકુંભ 3.0 ટૂંક જ સમયમાં શરૂ થવાનો છે. જિલ્લા કક્ષાની રમતો પૂર્ણ થતાં વિજેતાઓ હવે રાજ્ય કક્ષાએ પોતાના કૌશલ્ય બતાવવા માટે તૈયાર છે. એવામાં સામાન્ય સ્વસ્થ યુવાનોની જેમ દરેક ડગલે જીવનની મુશ્કેલીઓને લડી લેનાર વિકલાંગ નીતિન બારૈયાની જીવનસફર એક દરેક વ્યક્તિ માટે પ્રેરણા અને હિંમત આપી જાય છે. જિલ્લા કક્ષાએ લાંબી કુદમાં સફળ થઈ નીતિન હવે રાજ્ય કક્ષા માટે લાંબી કૂદમાં પસંદ થયો છે. તો ચાલો જાણીએ નીતિનની ચા વહેંચવાથી લઈને ખેલ મહાકુંભમાં સિલેકટ થવા સુધીની સફર વચ્ચે કેવા ઉતાર - ચઢાવ આવ્યા.
'મેરુ પર્વત ડગે પણ મન ના ડગે' આ કહેવત ભાવનગરના નીતિન બારૈયા માટે બંધ બેસે છે. એક હાથથી વિકલાંગ હોવા છતાં લાંબી કુદમાં નીતિને રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો છે. ગરીબી રેખામાં પસાર થતો નીતિન ચા વેહચીને પિતાને ટેકો પણ બન્યો છે. ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પસંદ થયેલો નીતિન જીવનનો મોટો કૂદકો મારવા થનગની રહ્યો છે. ખેલ મહાકુંભમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચીને નીતિન કઈંક કરી બતાવવાની મહેચ્છા ધરાવે છે.
કોણ છે ખેલ મહાકુંભમાં પસંદ નીતિન બારૈયા:
ગુજરાતનો પછાત વિસ્તાર ગણાતો એવો ભાવનગરના કરચલીયા પરા વિસ્તાર, જ્યાં 23 વર્ષનો નીતિન બારૈયા અગરિયાવાડમાં પોતાના નાના ભાઈ,પિતાજી અને માતાજી સાથે રહે છે. નાનપણથી તેને રમત ગમતમાં ખૂબ જ રુચિ હતી અને આગળ જતા તેની મહેનત રંગ પણ લાવી. લાંબી કુદમાં મહેનત કરતો નીતિન ભાવનગરના ખાર વિસ્તારમાં પ્રેક્ટિસ કરવા જાય છે. આ સાથે તે અલગ અલગ જગ્યાએ લાંબી કૂદમાં ભાગ લઈ સફળ થઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે નીતિન ખેલની સાથે સાથે તેના પિતાને ચા વહેંચીને કામમાં પણ મદદ કરે છે.
![ભાવનગરના પેર એથલીટ નીતિન બારૈયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn01viklangkheladirtuspecialchirag7208680_13022025110842_1302f_1739425122_130.jpg)
23 વર્ષીય નીતિન બારૈયાએ જણાવ્યું હતું કે, "મારા પપ્પાઓ રિક્ષા ચલાવે છે અને મારા મમ્મી હાઉસવાઈફ છે. અત્યાર હાલ હું બીકોમ કોલેજમાં ચાલુ છે અને સાથે સાથે મને સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ છે. અત્યારે મે ખેલ મહાકુંભમાં ભાવનગરની અંદર જિલ્લા કક્ષાએ પાર્ટિસિપેટ કર્યું હતું તો એની અંદર મને લોન્ગ જમ્પ અને હાઈ જંપની અંદર ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સાથે પહેલા મહિનામાં 2025 માં મારું નેશનલની લેવલે પણ સિલેક્શન થયું છે. નેશનલનું સિલેક્શન અમદાવાદમાં હતું ત્યાં મેં બેસ્ટ પરફોર્મન્સ આપીને ચેન્નઈ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે. અને સાથે સાથે ચાનો ખુદનો ધંધો પણ છે તો હું ચા વેહચવા જાઉં છું સાયકલ લઈને."
![ભાવનગરના પેર એથલીટ નીતિન બારૈયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn01viklangkheladirtuspecialchirag7208680_13022025110842_1302f_1739425122_408.jpg)
સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું:
નિતીનના પિતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે," મારે રહેવાનું જૂનાબંદર મીઠાના અગરમાં છે અને હું પોતે ઓટો ચલાવું છું અને મારો છોકરો જે વિકલાંગ છે તેને આ રીતે નાનપણમાંથી આ ભણવામાંથી લઈને તે રમતગમતની અંદર એટલો બધો હોશિયાર છે પણ કોઈ સીમા નહિ. અમે પણ એને ખૂબ જ સપોર્ટ કરીએ છીએ. તે જ્યાં પણ રમવા જાય ત્યાં એને સ્પોર્ટ્સ પહેલા જોઈએ. tતેને ગુજરાત લેવલે પહેલો નંબર મેળવ્યો છે પછી ભારત અને બહાર પણ રમવા જવાનું છે. આ રીતે સરકાર જે સહાય આપે છે બહુ સારી આપે છે અને આ રીતના બધાને રમવા લઈ જાય છે એ પણ અમારા માટે બહુ ગૌરવની વાત છે, કે આવાને આવા લોકોને સહાય જે ગુજરાત સરકાર આપી રહી છે રમવા માટે અને જે આવી રીતે ખેલ મહાકુંભમાં લઈ જાય છે એ માટે અમે તો ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ.
![ભાવનગરના પેર એથલીટ નીતિન બારૈયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn01viklangkheladirtuspecialchirag7208680_13022025110842_1302f_1739425122_270.jpg)
નાનપણમાં આંચકી આવી અને ગેગ્રીન થતા હાથ ગુમાવ્યો:
મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નીતિન જ્યારે 15 દિવસનો બાળક હતો ત્યારે એને આંચકીના જોટા આવ્યા એટલે અમે એને દવાખાને દાખલ કર્યો ત્યારે એને ગેગ્રીન થઈ ગયેલું હતું એ સમયે એને ઓપરેશન કરવાનો વારો આવ્યો એટલે ઓપરેશન કરી નાખ્યુ એ બાબતે એને હાથ ખોવો પડ્યો છે અને આ બાબતે અત્યારે બહુ હોશિયાર પણ છે અને આવા વિકલાંગ લોકો, હું તો એમ કહું છું આગળ વધે અને આ રીતના મારા જે છોકરા મેડલ લાવે છે એ રીતે બીજા પણ છોકરા લાવે એવી મારી ખૂબ ખૂબ અપેક્ષા છે.
આ પણ વાંચો: