ETV Bharat / state

કચ્છની આ નગરપાલિકામાં મતદાન પહેલા ભાજપને બિનહરીફ બહુમતી, વિપક્ષમાં બેસવા AAP-કોંગ્રેસમાં રસાકસી જામશે - BHACHAU NAGARPALIKA ELECTION

ભાજપે એક સાથે 17 જેટલી બેઠક બિનહરીફ મેળવી લેતા બહુમતી થઈ છે અને ભચાઉ નગરપાલિકાનું સુકાન મેળવી લીધું છે બાકીની 11 બેઠક ઉપર ચૂંટણી થશે.

ભચાઉ નગરપાલિકાની તસવીર
ભચાઉ નગરપાલિકાની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2025, 3:58 PM IST

કચ્છ: ભચાઉ નગરપાલિકામાં બે વર્ષ સુધી વહીવટદાર શાસન રહ્યા બાદ હવે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં ભાજપે એક સાથે 17 જેટલી બેઠક બિનહરીફ મેળવી લેતા બહુમતી થઈ છે અને નગરપાલિકાનું સુકાન ભાજપે મેળવી લીધું છે. ત્યારે હવે માત્ર બાકીની 11 બેઠક ઉપર 16મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે, બાકીની બેઠકો પર પણ ભાજપે જીતવા વ્યાપક પ્રયાસો કર્યા છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ જીત મેળવવા અને વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે.

રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર
ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટીઓ હાલ ચૂંટણી પ્રચાર, સભાઓ સહિતના કાર્યક્રમો કરી રહી છે. રાજકીય પક્ષો દ્વારા વોર્ડ મુજબ કાર્યાલય, જાહેરસભા, ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યા છે તો ભાજપ દ્વારા બે ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સંગઠનની વિવિધ પાંખના વડાઓએ પણ જોર લગાવી ચૂંટણીનો માહોલ ઊભો કર્યો છે.

વર્ષ 2001ના ભૂકંપ બાદ એક વખત કોંગ્રેસના શાસન બાદ ભચાઉ નગરપાલિકા ઉપર ભાજપનું જ શાસન
ભચાઉ તાલુકાનું મુખ્ય મથક ભચાઉ શહેર ઔદ્યોગિક એકમો, રેલવે લાઈન, સિક્સલેન નેશનલ હાઈવે વચ્ચે વસેલું છે. ભૂકંપ બાદ કેન્દ્ર, રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભચાઉ શહેર બેઠું થયું અને ચારે તરફ વિકસ્યું છે. અનેક નવા પ્રોજેક્ટો અહીં આવ્યા છે જેમાં રિંગરોડ, નવી વસાહતો, શોપિંગ સેન્ટર, સોલાર પ્રોજેક્ટ, વિન્ડફાર્મ પ્રોજેક્ટ પણ અહીં આવ્યા છે . વર્ષ 2001ના ભૂકંપ બાદ એક વખત કોંગ્રેસના શાસન બાદ ભચાઉ નગરપાલિકા ઉપર ભાજપનું જ શાસન રહ્યું છે.

ભચાઉ નગરપાલિકાની તસવીર
ભચાઉ નગરપાલિકાની તસવીર (ETV Bharat Gujarat)

ભચાઉ નગરપાલિકાનો ઈતિહાસ:
વર્ષ 1994થી ભચાઉ નગરમાં ભચાઉ નગરપાલિકા અમલમાં આવી ત્યારે રાજકીય પક્ષોની જગ્યાએ સમિતિનું ગઠન થયું હતું. નવેસરથી નગરપાલિકાની ચૂંટણી થાય તે પહેલાં વર્ષ 2001માં ભૂકંપ આવ્યો. 2001માં રાપરના હાલના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તે સમયે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, પરંતુ ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને 2.5-2.5 વર્ષ પ્રમુખ પદ પર રહ્યા હતા. વર્ષ 2008માં ફરી એકવાર ભાજપે ભચાઉ નગરપાલિકાની સત્તા મેળવી હતી. તો વર્ષ 2013માં કોંગ્રેસ ભાજપ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કોંગ્રેસના વિજેતા બનેલા નવરસેવકો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા અને કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણી વી.કે. હુંબલે વાંધો ઉઠાવ્યો. જેથી કેટલાક નગરસેવકો પદભ્રષ્ટ થયા હતા. જેથી કરીને ફરી ચૂંટણી થઈ હતી અને ફરીવાર ભાજપ સત્તામાં આવી હતી અને 2022 સુધી ભાજપનું શાસન રહ્યું હતું. ત્યારબાદ વર્ષ 2022થી 2025 સુધી વહીવટદારનું શાસન રહ્યું હતું. હાલની વર્ષ 2025ની ચૂંટણીમાં 28 પૈકી 17 જેટલી બેઠક તો ભાજપે બિનહરીફ થઈને મેળવી લીધી છે. ત્યારે ભાજપે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી પર જીતની હેટ્રિક મારી દીધી છે.

રોડ અકસ્માત,ઊભરાતી ગટરો, વિકાસના અધૂરા કામ
ભચાઉના સ્થાનિક જગદીશ પરમારે જણાવ્યું હતુ કે, કચ્છનો અવરજવરનો મુખ્ય માર્ગ છે તે ભચાઉમાંથી પસાર થાય છે. ત્યારે અહીંના નવા બસ સ્ટેશન પાસેનો રસ્તો પાંચથી સાત રસ્તાને એકબીજા સાથે જોડે છે, ત્યારે આ સ્થળે વારંવાર થતા અકસ્માતો અટકવા જરૂરી બન્યા છે. તો સાથે જ શહેરમાં વિકાસના અધૂરા કામો જેવા કે બગીચાનું નિર્માણ, ગટરની સમસ્યા, વધુ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. જોકે ભાજપનું શાસન રહ્યું છે અને આ ચૂંટણીમાં પણ એકતરફી પરિણામ આવશે સમીકરણો જોતા કોંગ્રેસને માત્ર એક કે બે બેઠક જ આવશે.

કોંગ્રેસના 4 જેટલા ઉમેદવારો તો 6 બેઠક ઉપર લડી રહ્યા છે
ભાજપે આ વખતે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે દરેક સમાજને સાથે રાખીને ઉમેદવારો પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસને આટલા સમાજો હોવા છતાંય ઉમેદવારો મળ્યા ના હતા. ત્યારે કોંગ્રેસના 4 જેટલા ઉમેદવારો તો 6 બેઠક ઉપર લડી રહ્યા છે. ભચાઉના વધુ ગતિએ વિકાસ થશે તેવી વાતો ભાજપના ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. તો જેટલી પણ ખૂટતી કડીઓ છે તેને દૂર કરીને સમસ્યાઓ ઉકેલવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. બાકીની 11 બેઠક ઉપર ભાજપનો જ વિજય થશે તેવો વિશ્વાસ ભાજપના ઉમેદવારો અને આગેવાનો ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન કરી રહ્યા છે.

ભાજપ ક્લીનસ્વીપ કરવા અને કોંગ્રેસની વિપક્ષ તરીકેની ભૂમિકામાં રહેવા માટે પ્રયત્નો
બીજું બાજુ આમ તો ભચાઉ નગરપાલિકા સામે અનેક ફરિયાદો છે. જેમાં ઊભરાતી ગટરો, સ્વચ્છતાનો અભાવ, અધૂરાં-અટકેલાં વિકાસકામો થકી મોટી રકમનો વ્યય થયો છે. તો કોંગ્રેસ પણ વોર્ડની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રજા સમક્ષ વચનો લઇને જઈ રહી છે અને પોતાના ઉમેદવારો સાથે લોકશાહી બચાવવા પ્રયત્નો કરી રહી છે. ભચાઉ નગરપાલિકાની 28 પૈકી 17 બેઠકો તો ભાજપે મેળવી લીધી છે ત્યારે આગામી 16મીએ મતદાન બાદ ભાજપ ક્લીનસ્વીપ કરવા અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં રહેવા માટે પ્રયત્નો કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં 11 બેઠકમાં ભાજપ તમામ બેઠક કબ્જે કરે છે કે કોંગ્રેસ વિપક્ષ તરીકે સફળ રહે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો:

  1. કચ્છ: ભાજપ જીતની હેટ્રિક મારશે કે પછી કોંગ્રેસ કરશે મોટો ઉલટફેર? જાણો રાપર નગરપાલિકાની ચૂંટણીના સમીકરણો
  2. જૂનાગઢ કોર્પોરેશન ચૂંટણી: "મતદાનનો બહિષ્કાર નહીં પરંતુ..." શિક્ષિત મતદારોની લોકોને અપીલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.