વડોદરામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરાયો - Cyber Crime
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથક શરૂ કરવાની પહેલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે બુધવારે વડોદરા રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું કોઠી બિલ્ડીંગ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી અભયસિંહ ચુડાસમાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડોદરા રૂરલના એસ.પી સુધીર દેસાઈ સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાયબર ક્રાઇમના ગુનાને નાબૂદ કરવા તેમજ સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ ભાગ ભજવશે તેવો રેન્જ IG - અભયસિંહ ચુડાસમા એ દાવો કર્યો હતો.