મહેસાણા મતગણતરી કેન્દ્ર પર ચૂંટણી પંચ દ્વારા આખરી ઓપ - election
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ લોકસભા બેઠક 4 અને ઊંઝા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી માટે ગુરૂવારે મતગણતરી થવા જઈ રહી છે. મહેસાણા વિસનગર હાઇવે પર આવેલ મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ખાતે મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. BSF અને SRP સહિત મહેસાણા પોલીસના જવાનો સુરક્ષા બંદોબસ્ત માટે ફરજ બજાવશે. સાથે જ જિલ્લાના ચૂંટણી પંચ દ્વારા 7 ચૂંટણી અધિકારી સહિત 500થી વધુ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતગણત્રીમાં પોતાની ફરજ પર ખડે પગે રહેશે. હાલ મતગણતરી સેન્ટર પર મતગણતરી માટે લગભગ 2000થી વધુ EVM મશીન રાખવામાં આવ્યા છે. આ સંપૂર્ણ મતગણતરી CCTV કેમેરા, સુરક્ષા બંદોબસ્ત સાથે ચૂંટણી પંચના નિમાયેલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં થશે. મહેસાણા લોકસભા માટે લગભગ 22 રાઉન્ડમાં મતગણતરી થઈ શકે છે. તમામ રાઉન્ડની મતગણતરીની માહિતી મીડિયાને મળે તેવા માટે અલગ મીડિયા રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. મતગણતરી સવારથી સાંજ સુધી ચાલી શકે છે. જેને પગલે હાલમાં મહેસાણા મતગણતરી કેન્દ્ર પર ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવ્યો છે.