જૂનાગઢ બેઠકની મતગણતરીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીઓ પૂર્ણ - Lok sabha election
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ગુરૂવારે લોકસભા મગણતરીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવી છે. 13 જૂનાગઢ બેઠકમાં 07 વિધાનસભાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ વિસાવદર અને માંગરોળ જૂનાગઢ જિલ્લાની અને બાકી રહેતી 04 સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના બેઠક ગીર સોમનાથ જિલ્લાની સમાવેશ કરવામાં આવ્યો છે. ગુરૂવારે 14 ટેબલ પરથી એક સાથે તમામ 07 વિધાનસભા બેઠક મુજબ એક સાથે જૂનાગઢ લોકસભા બેઠકની મત ગણતરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ બેઠકમાં 21 રાઉન્ડ, વિસાવદરમાં 22, માંગરોળમાં 17, સોમનાથ અને ઉનામાં 20 તેમજ તાલાલા અને કોડીનારમાં 19 રાઉન્ડની મતગણતરી કરવામાં આવશે.