સુરત બેઠકની SVNIT કોલેજમાં થશે મતગણતરી - SVNIT College
🎬 Watch Now: Feature Video

સુરત: લોકસભા ચૂંટણીના મતદાન બાદ ગુરૂવારે મતગણતરી થવાની છે. સુરતના પીપલોદ સ્થિત SVNIT કોલેજ બિલ્ડીંગમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુરૂવારે સવારે 8 કલાકના અરસામાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે. ત્યારે સુરત જિલ્લા કલેકટર દ્વારા તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ અંગે સુરત જિલ્લા કલેકટરે બુધવારે એક પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં મતગણતરી અંગેની તમામ તૈયારીઓને લઈ માહિતી પૂરી પાડી હતી.