સુરતમાં કોર્પોરેટરે મનપા શાખાના અધિકારીને આપી ધમકી, ઓડીયો વાયરલ - surat news
🎬 Watch Now: Feature Video
સુરત : જિલ્લાના કોંગી કોર્પોરેટર વિવાદમાં સપડાયા હોય તેવો ઓડીયો વાયરલ થયો છે. જેમાં મનપાના ઢોર પાર્ટીના અધિકારીને ફોન પર અપશબ્દો બોલ્યા હતાં. આ સાથે જ આઠ વાગ્યા બાદ પોતાના વિસ્તારમાં ઢોર પકડવા આવશે તો વાહન સળગાવી દેવાની ધમકી પણ કોર્પોરેટર દ્વારા અધિકારીને આપવામાં આવી છે. ધમકીનો આ ઓડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે વાયરલ ઓડિયો અંગે કોંગી કોર્પોરેટરનો સંપર્ક સાધતા કોઇ પણ રીતે સંપર્ક થઈ શક્યો નહોતો.