સુરત: આજથી શહેરમાં હેલમેટના નિયમોનું કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં 3000થી વધુ પોલીસકર્મીઓ અને 300થી વધુ અધિકારીઓની ટીમ વિવિધ જંક્શનો પર તૈનાત કરવામાં આવી. હેલમેટ વગર ટુ-વ્હીલર ચલાવનારા લોકો પાસેથી સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી.
આ અંગે ડીસીપી અમિતાબેન વાનાણીના જણાવ્યા હતું કે, વર્ષ 2024માં થયેલા અકસ્માતોમાં 50 ટકા મૃત્યું માત્ર હેલમેટ ન પહેરવાના કારણે થયા હતા.આ ચિંતાજનક આંકડાને ધ્યાનમાં રાખીને 45 દિવસ માટે હેલમેટ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે.
પોલીસ દ્વારા 772 સીસીટીવી કેમેરા, વન નેશન વન ચલણ એપ અને વીઓસી એપના માધ્યમથી ઈ-ચલણ જનરેટ કરવામાં આવી રહ્યા છે. વધુમાં, ડ્રોન કેમેરાની મદદથી એવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી રહી છે જ્યાં હેલમેટ પહેરવાનું પ્રમાણ ઓછું છે.
![શહેરમાં 3000થી વધુ પોલીસકર્મીઓ અને 300થી વધુ અધિકારીઓની ટીમ વિવિધ જંક્શનો પર તૈનાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/23550938_collage.jpg)
હાલમાં 70-75 ટકા લોકો હેલમેટ પહેરીને નીકળી રહ્યા છે, જ્યારે બાકીના 20-25 ટકા લોકો માટે પોલીસે ચેતવણી આપી છે, કે તેમની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ-ચલણ મોકલવામાં આવશે.
![CCTV-ડ્રોન દ્વારા પણ દંડની કાર્યવાહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/gj-surat-rural01-helmet-gj10065_15022025151831_1502f_1739612911_324.jpg)
પોલીસનું આ પગલું નાગરિકોની સુરક્ષા અને જીવન રક્ષા માટે લેવામાં આવ્યું છે.