કોરોના વાઈરસ અને સાવચેતીઃ ગામડાઓમાં લાગ્યા 'પ્રવેશ નિષેધ'ના બોર્ડ - modasa
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ કોરોના વાઈસરને વધુ ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેદ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનનો આદેશ આપ્યો છે. જેના પગલે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બહારના લોકોને પ્રવેશ કરવાની મનાઇ ફરમાવતા બોર્ડ મારી દેવામાં આવ્યા છે. ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર બેરીકેડ લગાવી બહારના વ્યક્તિઓના પ્રવેશ કરવા પર રોક લગાવી દીધી છે. મોડાસા તાલુકાના આનંદપુર કંપામાં અવર જવર પર રોકના બોર્ડ લાગાવામાં આવ્યા છે. જેમાં બહારના લોકો જ નહિ, પરંતુ ગામના લોકોને પણ બહાર જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.