બનાસકાંઠામાં શાકમાર્કેટયાર્ડ પર કોરોનાની અસર, ખેડૂતોએ ગૌશાળામાં મોકલ્યા શાકભાજી - Banaskantha latest News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6541308-190-6541308-1585144225065.jpg)
બનાસકાંઠાઃ દેશભરમાં વડાપ્રધાન દ્નારા 21 દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે જિલ્લામાં વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લોકડાઉનની સીધી અસર તમામ ધંધા રોજગાર પણ જોવા મળી રહી છે. સરકારે શાકભાજી, દૂધ ,દવા સહિત અતિ આવશ્યક ચીજવસ્તુઓ માટે તો છૂટછાટ આપી છે. તેમ છતાં ડીસામાં શાકભાજી માર્કેટમાં શાકભાજીનો ભરાવો થઈ જતા અંતે ગૌશાળામાં ફેંકવાનો વારો આવ્યો છે. ડીસાએ શાકભાજી માટેનું મુખ્ય હબ ગણાય છે અને ડીસાથી શાકભાજી રાજસ્થાનમાં નિકાસ કરવામાં આવે છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાન બંને સંપૂર્ણ લોકડાઉન હોવાના કારણે રાજસ્થાનમાં એક પણ વેપારી ડીસા શાકભાજી ખરીદી કરવા માટે આવી શક્યા નથી અને તેના કારણે જ ડીસામાંથી રાજસ્થાન નિકાસ થતી તમામ શાકભાજીનો ભરાવો થઇ ગયો હતો.