પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે અંકલેશ્વરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન - સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં કોંગ્રસના આગેવાનો અને કાર્યકરોએ ત્રણ રસ્તા સર્કલ નજીક એકઠા થઇ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. દેશ અને રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. જેના પગલે જનતાની હાલત કફોડી બની છે. લોકડાઉનના સમયમાં વેપાર રોજગાર બંધ રહ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો પર મોટો આર્થિક બોજો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ આ મુદ્દે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા બુધવારના રોજ વિરોધ પ્રદર્શન યોજાયું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપ સરકારની નીતિઓ સામે વિરોધ નોધાવ્યો હતો.