સુરત: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થિનીએ માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. માત્ર 15,000 રૂપિયાની ફી ન ભરવાના કારણે શાળા સંચાલકોએ વિદ્યાર્થિનીને પરીક્ષામાં બેસવા ન દીધી અને દોઢ કલાક સુધી કમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવાનો આક્ષેપ થયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા હતા.
DEOએ સ્કૂલને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો
ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રચાયેલી તપાસ કમિટીના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. DEO ભગીરથસિંહ પરમારે શાળા મંડળને ગંભીર નોટિસ પાઠવીને બે દિવસમાં ખુલાસો માંગ્યો છે. શાળામાં અનેક અનિયમિતતાઓ જોવા મળી છે, જેમાં FRC મુજબ નક્કી થયેલી 15,000 રૂપિયાની ફી ની જગ્યાએ 17,000 રૂપિયા વસૂલવામાં આવે છે. વધારાના 2,000 રૂપિયા એક્ટિવિટી ફી તરીકે લેવામાં આવે છે.
સ્કૂલમાં મળી ગેરરીતિ
શાળામાં આચાર્યની નિમણૂક માત્ર કાગળ પર છે અને તેઓ ફરજ બજાવતા નથી. વિદ્યાર્થિની પર થયેલા માનસિક ત્રાસ માટે દંડકીય જોગવાઈ છે, પરંતુ DEOએ શાળાની માન્યતા રદ કરવા અને સંચાલકો સામે કાર્યવાહી અંગે પણ ખુલાસો માંગ્યો છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળના કારણોની તપાસ પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અંગત, સામાજિક કે શાળાના કારણો જવાબદાર હોઈ શકે છે.
DEOએ સ્કૂલને લઈને શું કહ્યું?
DEO ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે, શાળા મંડળને ગંભીર નોટિસ આપવામાં આવી છે કે, વિદ્યાર્થી વિરુદ્ધ માનસિક કનડગત કરવામાં આવી છે અથવા તો વિદ્યાર્થિનીને પરીક્ષા ન લેવામાં આવી. 10 જાન્યુઆરીની પરીક્ષા 11 જાન્યુઆરીએ લેવામાં આવી છે. વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી છે. આ ઉપરાંત શાળામાં જોવા મળતી અનિયમિતતા બાબતે પણ લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. શાળાની અંદર આચાર્ય ફરજ બજાવે છે તે નામ પૂરતા જ છે. આચાર્ય કામ કરતા નથી. આ ઉપરાંત FRC મુજબ 15 હજાર ફી નક્કી કરવામાં આવી છે, જેની જગ્યાએ 17 હજાર ફી વસૂલવામાં આવે છે.
આ પણ વાંચો: