નવી દિલ્હી: ભારત સરકારે આ વર્ષે 139 પદ્મ પુરસ્કારો જાહેર કર્યા છે. જેમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી બહાર પાડી. પુરસ્કાર મેળવનારાઓમાં, 23 મહિલાઓ છે, જ્યારે વિદેશી/NRI/PIO/OCI શ્રેણીમાંથી 10 વ્યક્તિઓ અને 13 મરણોત્તર પુરસ્કારો છે.
બિહારના સ્વર્ગસ્થ લોક ગાયિકા શારદા સિન્હા, સુઝુકી મોટરના ભૂતપૂર્વ CEO અને સ્વર્ગસ્થ ઓસામુ સુઝુકીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. અર્થશાસ્ત્રી બિબેક દેબરોય, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ મનોહર જોશી, ગાયક પંકજ ઉધાસ અને બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને મરણોત્તર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવશે.
Padma Awards 2025 | Chairman of Prime Minister’s Economic Advisory Council and Economist Bibek Debroy, former Maharashtra CM Manohar Joshi, singer Pankaj Udhas and former Bihar Deputy CM Sushil Kumar Modi to be awarded Padma Bhushan Posthumously.
— ANI (@ANI) January 25, 2025
Former Indian hockey player PR… pic.twitter.com/zfmk9sQX8t
એ જ રીતે ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી પીઆર શ્રીજેશ, સાધ્વી ઋતંભરા, અભિનેતા એસ. અજીત કુમાર અને ફિલ્મ નિર્દેશક શેખર કપૂરને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
વાસ્તવમાં, ભારત સરકાર ત્રણ કેટેગરીમાં પદ્મ પુરસ્કારો એનાયત કરે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. કલા, સામાજિક કાર્ય, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.