જામનગરમાં ગેસ ભાવ વધારાનો મહિલા કોંગ્રેસે કર્યો વિરોધ

🎬 Watch Now: Feature Video

thumbnail
જામનગર : જિલ્લામાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગેસના ભાવમાં કરેલા વધારાના વિરોધમાં કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસના સભ્યો આવેદનપત્રમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે ચૂંટણી પરીણામના બીજા જ દિવસે બાટલામાં તોતીંગ 144 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સતત વધતી જતી મોંઘવારીના કારણે ગૃહિણીઓના ઘરના બજેટ હાલ ખોવાયેલા છે, ત્યારે ગેસના ભાવમાં વધારો કરવામાં આવતાં ગૃહિણીઓ ફરી મુશ્કેલીમાં મુકાઈ છે. આ તકે મહિલા કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો અને મોંઘવારીને કાબુમાં લેવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ પણ કર્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.