Congress Leader Attack on Government: ટ્રમ્પને બોલાવીને જે ભૂલ કરી તે સરકાર હવે ન કરે, વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન - Congress Leader Attack on Government
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા સુખરામ જેઠવા (Leader of Opposition in Gujarat Legislative Assembly Sukhram Jethwa) સોમવારે પોતાના વતન છોટા ઉદેપુર પહોંચ્યા હતા, અહીં સંખેડાના ગોલા ગામડી, બોડેલી, જબુગામ, જેતપુર પાવી જેવી અનેક જગ્યાએ તેમનું સ્વાગત (Welcome to Sukhram Jethwa Chhotaudepur) કરવામાં આવ્યું હતું. સુખરામ જેઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય (Sukhram Jethwa MLA of Jetpur Pavi Assembly of Chhota Udepur District) છે. અહીં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ફરી લાખો લોકોના મોતને અટકાવવા સરકારે તકેદારી લેવી અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ટ્રમ્પને બોલાવીને જે ભૂલ કરેલ જેવી ભૂલ ફરી ના કરે અને વિદેશથી આવતાં પ્રવાસીઓ જો પોઝિટિવ જણાય તો એરપોર્ટ નજીક જ ક્વોરન્ટાઈનની વ્યવસ્થા ઉભી કરવાંમાં આવે તેવી સલાહ આપી હતી.