શ્યોપુર: ફરી એકવાર દિલને હચમચાવી દેનારો વીડિયો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના શ્યોપુરમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. અહીં એક વરનું ઘોડા પર મૃત્યુ થયું હતું. આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં વરરાજા પહેલા તો ઠીક દેખાય છે અને થોડીવાર પછી તે ઘોડા પર આગળ ઝૂકે છે અને જ્યારે તેને ઘોડા પરથી નીચે ઉતારવામાં આવ્યો ત્યારે તેનો શ્વાસ બંધ થઈ ગયા હતા. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ થોડા સમય બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘોડા પર બેઠેલા વરનું મોત: શ્યોપુર જિલ્લાના NSUIના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પ્રદીપ સિંહ જાટ વરઘોડા સાથે જાન લઈને પહોચ્યા હતા. જ્યાં જાનૈયાઓનુું સ્વાગત કર્યા બાદ વરરાજા ઘોડા પરથી નીચે ઉતરીને ડાન્સ કરવા લાગ્યો, ડાન્સ કર્યા પછી વરરાજા ઘોડા બેઠો. વરરાજા ઘોડા પર સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન અચાનક વરરાજાની તબિયત બગડવા લાગી અને લોકોને લાગ્યું કે તે ડાન્સ કરીને થાકી ગયો છે, પરંતુ થોડી જ વારમાં ઘોડા પર બેસીને વરરાજાના શ્વાસ બંધ થઈ ગયા. નજીકમાં ઉભેલા લોકો કંઈ સમજે તે પહેલા જ લોકો અચાનક તે દિશામાં દોડી આવ્યા અને વરરાજાને ઉતાવળે ઘોડા પરથી નીચે ઉતારવામાં આવ્યો.
વરરાજાના મોતનો લાઈવ વીડિયોઃ આ ઘટના વેલેન્ટાઈન ડે પર બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પહેલા પોતાની તલવાર નજીકમાં ઉભેલા વ્યક્તિને આપે છે અને વરરાજા અચાનક કંઈક અંશે અસ્વસ્થતા અનુભવે છે અને ધીમે ધીમે ઘોડા પર આગળ ઝૂકી જાય છે. નજીકમાં ઉભેલા લોકો કંઈ સમજે તે પહેલા જ લોકો અચાનક તે દિશામાં દોડી આવ્યા અને વરરાજાને ઉતાવળે ઘોડા પરથી નીચે ઉતારવામાં આવ્યો.
ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો: વરરાજાના મિત્ર સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, "પ્રદીપની હાલત અચાનક ગંભીર બનતી જોઈને તેઓએ તેને ઘોડા પરથી નીચે ઉતાર્યો અને તેને સીપીઆર આપ્યો. થોડીવાર પ્રયત્ન કર્યો પણ કોઈ રિએક્શન ન આવ્યું. બધા લોકો ઉતાવળમાં વરરાજાને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ ચેકઅપ કર્યું અને તેને આઈસીયુમાં દાખલ કર્યો અને ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બચી શક્યો નહી. સાયલન્ટ હાર્ટ એટેકના કારણે વરરાજાના મૃત્યુની આશંકા ડોક્ટરોએ વ્યક્ત કરી છે."
બંને પરિવારમાં શોકનો માહોલ, કન્યા થઈ બેહોશ : વરરાજાના મોતના સમાચાર મળતા જ બંને પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અહીં વરરાજાના મૃત્યુના સમાચાર સાંભળીને કન્યા બેહોશ થઈ ગઈ. છોકરાના પરિવારજનોએ બીજા દિવસે સવારે સુસવાડા ગામમાં મૃતક પ્રદીપ જાટના અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ પણ વાંચો: