વડોદરા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાઉન્ટડાઉન રવિવારે વહેલી સવારથી શરૂ થઈ ગયા હતા. ત્યારે કરજણ નગરપાલિકા માટે 7 વોર્ડની 28 બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહી વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચી પોતાનો મતાધિકાર આપવા પહોંચી ગયા હતા.
200થી વધુ પોલીસકર્મી તૈનાત: વડોદરા જિલ્લામાં કરજણ નગરપાલિકા સહિત સાવલી, પાદરા, વડોદરા તાલુકાની 3 કોયલી, દશરથ, નંદેસરી સહિત પાદરાની વડુ અને સાધલી વિવિધ બેઠકો ઉપર ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે આ માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં અંદાજિત 300થી વધુ પોલિંગ સ્ટાફ અને 200થી વધુ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દરેક બુથ ઉપર મતદારો માટે સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે.
મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે: વડોદરા જિલ્લામાં કરજણ નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે કરજણમાં કુલ 7 વોર્ડમાં 28 બેઠકોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં EVMની સંખ્યામાં બી.યુ 38 અને સી.યુ 76 જ્યારે 178 પોલિંગ સ્ટાફ ખડેપગે રહેશે. આ કામગીરીમાં 84 જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ સહિત આ મતદાર વિસ્તારમાં આવતા કુલ 27,177 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

7 વોર્ડમાં 28 બેઠકો પર રસાકસીનો જંગ: વડોદરા જિલ્લામાં કરજણ નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. જે પૈકી 7 વોર્ડમાં 28 બેઠકો ઉપર ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. અહીંયા હાલ ભારતીય જનતા પાર્ટીનું સાહસ હતું. આ ચૂંટણીમાં છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપના સભ્યોને ટિકિટ ન મળતાં તેઓ એ બળવો કરી આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી છે.જેથી " કાંટે કી ટક્કર" જેવી પરિસ્થિતિ સર્જાશે.
વ્હિલચેર પર મતદારોએ કર્યુ મતદાન: કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં કેટલાક મતદારોએ પોતાનો મત આપવા માટે વ્હિલચેર અને લાકડીના ટેકે ઉભા રહીને પોતાનો મત અધિકાર આપ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન આપ્યું હતું.
આ પણ વાંચો: