ETV Bharat / state

ઇસ્લામ ધર્મની પવિત્ર યાત્રા "હજ", કુરાન-એ-શરીફમાં જાણો શું છે અલ્લાહનું ફરમાન... - ISLAMIC HAJJ PILGRIMAGE

ઇસ્લામ ધર્મ વિશ્વના મોટા ધર્મોમાંનો એક છે. જેમાં હજની યાત્રાનું મહત્વ રહેલું છે. ત્યારે આ અંગે પૂર્વ IPS અધિકારી મકબુલ અનારવાલાએ શું કહ્યું જાણો...

ઇસ્લામમાં ધાર્મિક યાત્રા હજનું ખૂબ જ મહત્વ રહેલું છે.
ઇસ્લામમાં ધાર્મિક યાત્રા હજનું ખૂબ જ મહત્વ રહેલું છે. (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 10:10 AM IST

અમદાવાદ: ઇસ્લામ ધર્મ વિશ્વના મોટા ધર્મોમાંનો એક છે. આ જેવી રીતે હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાનું મહત્વ રહેલું છે. તેવી જ રીતે ઇસ્લામ ધર્મમાં હજ યાત્રાનું મહત્વ રહેલું છે. દરેક મુસ્લિમ માટે હજ ખૂબ જ પવિત્ર યાત્રા છે. સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ખાતે હજ કરવા માટે ભારત સહિત વિશ્વના મોટી સંખ્યામાં હાજીઓ હજ માટે જતા હોય છે. ઇસ્લામમાં માન્યતા છે કે, સાચા દિલથી હજ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ત્યારે આવો જાણીએ ઇસ્લામમાં હજનું શું મહત્વ છે. કોણ કરી શકે તેના શું નિયમો છે.

ઇસ્લામમાં રહેલી 5 બાબતો: ઇસ્લામમાં હજ અંગે પૂર્વ IPS અધિકારી મકબુલ અહેમદ અનારવાલા જણાવ્યું હતું કે, ઇસ્લામમાં હજનું ખૂબ જ મહત્વ છે. ઇસ્લામ ધર્મ 5 બાબતો પર રહેલું છે. હજ મુસ્લિમો દ્વારા કરવામાં આવતી ધાર્મિક યાત્રા છે. જે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકી એક છે. હજની મુખ્ય શરત એ છે કે, જે મુસલમાન યાત્રા માટેનું ખર્ચ કરી શકતો હોય, તેના માટે જીવનમાં એક વખત હજ કરવી તે ફરજિયાત બની જશે .પવિત્ર કુરાન શરીફમાં તેનો હુકમ છે કે, અલ્લાહને રાજી કરવા માટે તેઓ ત્યાં સુધી પહોંચવાની શક્તિ રાખતા હોય તેવા લોકો માટે હજ ફરજિયાત છે. હજ દરમિયાન હજની ઈબાદતો ઉપરાંત ઉમરા કહેવાય છે. ઉમરાની ઇબાદત હજની સાથે પણ કરી શકાય અને હજના દિવસો સિવાયના વર્ષના અન્ય કોઈ પણ દિવસોમાં પણ કરી શકાય છે.

ઇસ્લામમાં ધાર્મિક યાત્રા હજનું ખૂબ જ મહત્વ રહેલું છે. (etv bharat gujarat)

ઇસ્લામમાં હજનું મહત્વ: પૂર્વ IPS અધિકારી મકબુલ અહેમદ અનારવાલાએ આગળ વધુ જણાવ્યું હતું કે, ઇસ્લામ ધર્મ 5 બાબતો પર રહેલો છે, જેમાં તૌહીદ ,નમાઝ અદા કરવી, ઉપવાસ કરવો, જકાત ચૂકવવી અને હજ કરવી. આજ પર જવાનું એક નિશ્ચિત સમય હોય છે અને તે સમયે હજયાત્રા માનવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરનાં 12મા મહિનાની 8 થી 12 તારીખની વચ્ચે હજ થાય છે અને બકરી ઈદના દિવસે હજ પૂર્ણ થાય છે. ત્યારબાદ ત્યાંથી લોકો પરત ફરવાનું શરૂ કરે છે. અને દરેક મુસ્લિમો જીવનમાં એક વાર હજ કરવી ફરજિયાત છે. તેના જ કારણે દર વર્ષે વિશ્વભરના લાખો મુસ્લિમો અરેબિયાના મક્કામાં ભેગા થાય છે. હજના દિવસે વિશ્વના તમામ મુસ્લિમો, જાતિ, સંસ્કૃતિ અને રંગ ભેદભાવ ભૂલી એકતા અને ભાઈચારા સાથે એક સાથે હજ કરે છે અને જે કોઈપણ સાચા દિલથી હજની વિધિ કરે છે. તેના જીવનના તમામ પાપો માફ થઈ જાય છે.

કેટલા દિવસમાં હજ પૂર્ણ થાય?: IPS અધિકારી મકબુલ અનારવાલાએ કહ્યું કે, 40 દિવસની હજયાત્રામાં ઘણી પરંપરાઓ પૂર્ણ થાય છે. આ યાત્રા દરમિયાન મદીનામાં 10 દિવસ રોકાવું પડે છે અને પછી મક્કા જવું પડે છે. ત્યારબાદ અમુક અલગ અલગ સ્થળો પર જવાનું હોય છે. પરંતુ જો માત્ર હજ માટે જાય તેઓ 8થી 10 તારીખે યોજનારી મુખ્ય હજ યાત્રામાં ભાગ લે છે. એવું માનવામાં આવે છે કે, એક મુસલમાન હજ બાદ પોતાની જિંદગી ફરીથી શરૂ કરી શકે અને દરેક મુસલમાનોના મનમાં જીવનમાં એક વખત હજ કરવાની ઈચ્છા હોય છે. ઘણા મુસલમાનો તો એવા પણ હોય છે કે, જે પોતાની જિંદગીભરની કમાણી હજ પર જવા માટે બચાવીને રાખે છે

કેમ મનાવાય છે ઈદુલ અઝહા: પહેલાના જમાનામાં દુનિયાના કેટલાક ભાગોમાંથી એવા હાજીઓ પણ આવતા હતા કે, જે મહિનાઓ સુધી ચાલીને હજારો કિલોમીટરનું અંતર કાપીને મક્કા પહોંચતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. એટલે ફ્લાઈટના માધ્યમથી દુનિયાના દેશોમાંથી હજયાત્રીઓ હજ કરવા માટે રવાના થાય છે. હાજી પહેલા સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં પહોંચે છે. ત્યાંથી તેઓ બસ મારફતે મક્કા જાય છે. મક્કા એક ખાસ જગ્યા છે. જ્યાં હજની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ વિશેષ જગ્યાને મિકાત કહેવાય છે. હજ પર જતા હજયાત્રીઓ અહીંથી એક વિશેષ પ્રકારનું વસ્ત્ર પહેરે છે. જેને અહરામ કહેવાય છે. ઝિલ હિલ 10 તારીખે પૂર્ણ થાય છે. સમગ્ર દૂનિયામાંથી મુસલમાન ઇદુલ અઝહા અથવા બકરી ઈદ ઉજવે છે. બકરી ઈદ પેગંબર હઝરત ઈબ્રાહિમ અને તેમના પુત્ર પેગંબર હઝરત ઈસ્માઈલની યાદમાં મનાવવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જાણો શું છે આ ચૂંટણીના દરેક પાસા...
  2. રાજ્યના વિવિધ ૬ ઝોનમાં ૧૬ ફેબ્રુઆરીએ ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા, વિજેતાને રોકડ ઈનામ અને સર્ટિફિકેટ અપાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.