નવસારીમાં વાદળોએ સુર્ય ગ્રહણને ઢાંકયું તેમ છતાં લોકોએ ગ્રહણ નિહાળ્યું - પ્રકૃતિ પ્રેમીઓ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7711920-419-7711920-1592740733890.jpg)
નવસારી: વર્ષ 2020નું પ્રથમ સુર્યગ્રહણ રવિવારે સવારથી બપોર સુધી રહ્યું હતું. ત્યારે જિલ્લામાં વરસાદી વાતાવરણને કારણે સુર્યગ્રહણ દરમિયાન સૂર્ય વધારે ભાગે વાદળોમાં ઢંકાયેલો રહ્યો હતો. જોકે તેમ છતાં લોકોએ સુર્ય ગ્રહણ નિહાળ્યું હતું, સાથે જ આ અલૌકિક ખગોળીય ઘટનાને મોબાઈલમાં તેમજ અન્ય કેમેરામાં કેદ કરી હતી. લોકોએ એક્સરે કાર્ડની મદદથી જોવાનો પ્રયાસ કર્યો હતો, તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓએ ટેલિસ્કોપની મદદથી ગ્રહણને નજીકથી જોવાનો પ્રયાસ કર્યો હતો. શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ સુર્ય ગ્રહણને નિહાળ્યું હતું. જ્યારે ગ્રહણને લઈને જિલ્લાના મંદિરો પણ સવારથી બંધ રહ્યાં હતા.