પોરબંદરના બધી રાંધ બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું રાષ્ટ્રીય ગીત, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - પોરબંદરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2020, 2:58 AM IST

પોરબંદરઃ શહેરમાં આવેલા બધી રાંધ બાળકોના તાલીમ કેન્દ્રના બાળકોએ 74માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રીય ગીત રજૂ કર્યું છે. બાળકોએ આ ગીત હાથના એક્સપ્રેશન દ્વારા રજૂ કર્યું હતું. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. આ તાલીમ કેન્દ્ર આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સુરેન્દ્રનગર તથા અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અને શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રમાં મૂક બધિર બાળકોને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. જેમાં પુનમ જુંગી અને પ્રવીણ ડાભી દ્વારા 5 બાળકોને ટ્રેનીંગ આપવામાં આવી હતી. સતત 10 દિવસની મહેનત બાદ આ ગીત બનાવવામાં આવ્યું છે. જેમાં નયન મકવાણા, મિતેષ બારાઈ, ભાવેશ ઝાલા, નિઝામ થઈમ અને મયુર જોડ જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.