દ્વારકાના જગત મંદિરમાં ફુલડોલોત્સવ માટે પદયાત્રા, હોળી-ધુળેટી ભવ્ય ઉજવણી - Dwarka news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6288726-thumbnail-3x2-gff.jpg)
જામનગર: દ્વારકાના જગત મંદિરમાં ફુલડોલ મહોત્સવની હોળી પર ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે ફૂલડોલ મહોત્સવમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. જેમાં દૂર-દૂરથી આવતા પદયાત્રીઓના વિસામા મંડપ ઠેર-ઠેર જોવા મળી રહ્યાં છે. દૂર-દૂરથી આવતા પદયાત્રીઓને વિસામાના મંડપ ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો નંદ ઠાકોર સાથે રાતે રંગે રમવા પદયાત્રા કરી દ્વારકા જતા હોય છે. હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહ્યું છે. ધુળેટીના રંગ પર્વની ઉજવણી સાથે સર્વત્ર ઉત્સાહનો માહોલ જોવા મળે છે, ત્યારે દ્વારકાના જગત મંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશના મંદિરે ધુળેટીની ભવ્ય ઉજવણી થાય છે. લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, તેમજ પદયાત્રા કરીને પણ જતા હોય છે.