અમદાવાદ: રાજ્યમાં આવતીકાલથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. DGP વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડક પણે પાલન કરાવવા સૂચના આપી છે. નિયમનું પાલન ન કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરવાની પણ પોલીસને સૂચના આપી છે.
સરકારી કચેરી બહાર પોલીસની ડ્રાઈવ
આ પરિપત્રમાં લખ્યું છે કે, ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિકો તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે 'રોલ મોડલ' બને તેવી અપેક્ષા છે અને સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત અને જરૂરી છે.
![ટ્રાફિક ડ્રાઈવ અંગે DGPનો પરિપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/whatsapp-image-2025-02-10-at-30106-pm_1002newsroom_1739186234_306.jpeg)
કચેરીના પ્રવેશ દ્વાર પર પોલીસ રહેશે
રાજ્યમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ ખૂબ જરૂરી છે. જેથી અકસ્માતમાં થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ પર અંકુશ લાવી શકાય. હેલ્મેટના નિયમનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે 11 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ સરકારી કચેરીના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સૂચના છે.
કચેરીમાં જતા મુલાકાતીઓ પણ દંડાઈ શકે
ખાસ છે કે, આ પરિપત્ર બાદ હવે સરકારી કચેરીમાં ટુ-વ્હીલર લઈને જતા તમામ કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું પડશે નહીંતર તેમને ત્યાં જ દંડ કરવામાં આવી શકે છે. આટલું જ નહીં કચેરીમાં કામ અર્થે જતા લોકોએ પણ હેલ્મેટના નિયમનું પાલન કરવું પડશે નહીંતર તેમને પણ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: