જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે. આવા સમયે વોર્ડ નંબર 4 અને 6 ના કોંગ્રેસના ઉમેદવારોએ તેમના વિસ્તારના મતદારો પ્રત્યે પ્રતિબધ્ધતા દર્શાવવા માટે સોગંદનામું જાહેર કર્યું છે. જેમાં તમામ 8 ઉમેદવારોએ તેમના મત વિસ્તારના લોકો પ્રત્યે પ્રતિબધ્ધ થઈને આવનારા પાંચ વર્ષ સુધી વિસ્તારના કામો અને લોકોને પડતી સમસ્યા ઉજાગર કરશે તેવું સોગંદનામું તૈયાર કર્યું છે. જૂનાગઢ જિલ્લાના રાજકીય ઇતિહાસમાં આ પ્રકારે કોઈ સોગંદનામું બનાવીને ચૂંટણી લડતા હોય તેવો પણ આ પહેલો કિસ્સો છે જે મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
ચૂંટણી પહેલા મતદારો માટે સોગંદનામું: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. જેમાં 8 ઉમેદવારોએ તેમની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે સામૂહિક રીતે સોગંદનામું કરીને મતદારો પ્રત્યે તેમની જવાબદારી સ્વયં નક્કી કરી છે.
જૂનાગઢ જિલ્લાના રાજકીય ઇતિહાસમાં મતદાન પૂર્વે ચૂંટણી લડતાં કોઈ પણ ઉમેદવાર દ્વારા આ પ્રકારે સોગંદનામું કરીને મતદારોનો વિશ્વાસ કેળવવાની પ્રથમ ઘટના બની છે. ચૂંટણી લડતાં તમામ 8 ઉમેદવારો માને છે કે, મત આપતા પૂર્વે મતદારો તેમના નગરસેવકો પ્રત્યે વિકાસના કામોને લઈને આશ્વસ્થ બને તે માટે પણ આ પ્રયાસ કરાયો છે. જે આ મુદ્દો હાલ સામાન્ય મતદારોમાં ચર્ચાઈ રહ્યો છે.
![જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર કર્યું સોગંદનામું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-congress-vis-01-byte-01-pkg-7200745_10022025140535_1002f_1739176535_182.jpg)
મતદારોએ વ્યક્ત કર્યો તેમનો પ્રતિભાવ: વોર્ડ નંબર 4 ના મતદાર નટુભાઈ પોકિયાએ આ સોગંદનામાંને ખૂબ જ આવકાર દાયક બનાવ્યો છે. ઉપરાંત તેમના મતે, આવનારા દિવસોમાં આ પ્રકારની પરંપરા તમામ ચૂંટણી લડતા ઉમેદવારોમાં પ્રસ્થાપિત થઈ જોઈએ, જેથી ચૂંટણી બાદ જીતેલા કે હારેલા નગરસેવકો તેના મતદાર પ્રત્યે વફાદાર રહીને તેમની સમસ્યાને દૂર કરી શકે છે. આ પ્રકારે પ્રત્યેક ઉમેદવાર મતદારો પ્રત્યે સોગંદનામું કરે તો વિકાસના કામો ખૂબ ઝડપી બની શકે છે. તેમજ લોકોને સમસ્યા દૂર થશે. પરિણામે લોકોને તેમની સમસ્યા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સુધી જવાની મહેનત પણ કરવી પડશે નહીં. તેઓ જણાવે છે કે, આ પ્રકારનો નિર્ણય રાજકારણમાં ખૂબ જ આવકારદાયક છે.
![જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર કર્યું સોગંદનામું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-congress-vis-01-byte-01-pkg-7200745_10022025140535_1002f_1739176535_523.jpg)
સોગંદનામામાં મતદારો પ્રત્યે જવાબદારી નક્કી કરાઈ: કોંગ્રેસના 8 ઉમેદવારો દ્વારા જે સોગંદનામું જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણી જીત્યા કે હાર્યા બાદ તેમના વિસ્તારના વર્તમાન કે પૂર્વ નગરસેવક તરીકે તેમની જવાબદારી શું હશે, તેનો પણ સોગંદનામામાં વિશેષ અને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી જીત્યા બાદ મતવિસ્તારના સામાન્ય કામો અને લોકોની પ્રાથમિક જરૂરિયાતોને લઈને જે અસુવિધાઓ ઉપસ્થિત થાય છે, તેની સીધી ફરિયાદ નિવારણ માટે તમામ કોર્પોરેટર દ્વારા ચૂંટણી પૂર્વે જ ફરિયાદ નંબર સોગંદનામાં જાહેર કરવામાં આવ્યું છે. તેમના આ પગલા દ્વારા તેમણે પહેલા દિવસથી કામ કરવાનો વિશ્વાસ મતદારોને અપાવ્યો છે.
![જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર કર્યું સોગંદનામું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-congress-vis-01-byte-01-pkg-7200745_10022025140535_1002f_1739176535_965.jpg)
તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવામાં અસફળ રહે તેવી સ્થિતિમાં પણ તેમના વિસ્તારના મતદારો પ્રત્યે જાગૃતતા દાખવીને પૂર્વ કોર્પોરેટર તરીકે પણ લોકોની સમસ્યા અને વિસ્તારના વિકાસના કામોને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું ધ્યાન દોરવાની સાથે લોકોને સાથે રાખીને લોકોની સમસ્યા દૂર થાય તે માટે આંદોલન કરવાની વાતનો પણ ઉલ્લેખ સોગંદનામાં કરવામાં આવ્યો છે.
![જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર કર્યું સોગંદનામું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-congress-vis-01-byte-01-pkg-7200745_10022025140535_1002f_1739176535_940.jpg)
આ પણ વાંચો: