કચ્છ: કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામની નગરપાલિકા હવે મહાનગરપાલિકા રૂપાંતર પામી છે. ત્યારે તેના વહીવટમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે આજે ગાંધીધામના જાહેર માર્ગો પર 350 જેટલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને દબાણકારોના દબાણો પર મહાનગરપાલિકાનો બુલડોઝર ચલાવવામાં આવી રહ્યો છે.
10 દિવસના નોટિસને મુદત પૂર્ણ થતા મેગા ડિમોલિશન
આદિપુર-ગાંધીધામ રસ્તા ઉપર કાચા-પાક્કા 350 જેટલા દબાણો કરી દેવાયા હતા. જેમણે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 10 દિવસ અગાઉથી જ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં અમુક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. જોકે કેટલાક લોકોએ નોટિસને ધ્યાન પણ ન આપતા આજે મેગા ડિમોલિશન પ્રકિયા દરમિયાન તેમના દબાણો પર મનપાનું બુલડોઝર ચાલ્યું હતું. આ કામગીરી દરમિયાન મનપાના અધિકારીઓ, નાયબ કમિશનર, DySP, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. તો મોટી માત્રામાં સ્થાનિક લોકો પણ આ કામગીરી જોવા માટે ઉમટ્યા હતા.
![ગાંધીધામમાં મનપાનું ડિમોલિશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-kutch-04-gandhidham-daban-video-story-7209751_10022025145519_1002f_1739179519_964.jpg)
350થી વધુ દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરાઈ
ગાંધીધામ આદિપુરના ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી લઈને અપના નગર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં 350થી વધુ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસો ગાંધીધામ કોર્પોરેશન દ્વારા પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રસ્તાની માપણી કરવાનું કામ પણ હાથ ધરવામા આવ્યુ હતું અને માપણી કરીને દબાણો દૂર કરવા માટેના નિશાનો પણ લગાવવામાં આવ્યા હતા. સાથે જ જાહેર રસ્તા પર વધારાના બાંધકામ અંગે માલિકોને બાંધકામ દૂર કરવા જાણ કરવામાં આવી હતી.
![ગાંધીધામમાં મનપાનું ડિમોલિશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-kutch-04-gandhidham-daban-video-story-7209751_10022025145520_1002f_1739179520_375.jpg)
વિકાસના કામોમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા
ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજય રામાનુજે જણાવ્યું હતું કે, આજ સવારથી જ મેગા ડિમોલિશન ઓપરેશન ગાંધીધામ આદિપુર રસ્તા પર શરૂ કરવામાં આવ્યું છે. નોટિસ આપ્યા છતાં દબાણો દૂર કરવામાં ના આવતા આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આજે 35થી 40 દબાણો દૂર કરવામાં આવશે. કાચા-પાકા, નાના-મોટા તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. વિકાસના કામોમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
![ગાંધીધામમાં મનપાનું ડિમોલિશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-kutch-04-gandhidham-daban-video-story-7209751_10022025145520_1002f_1739179520_872.jpg)
આ પણ વાંચો: