મોરબીમાં નાગરિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ કાર્યરત - MORBI UPDATE
🎬 Watch Now: Feature Video

મોરબીઃ શહેરને ગુન્હાખોરીથી મુક્ત રાખવા અને નાગરિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવાયા હોય જે પ્રોજેક્ટનો શુભારંભ કરાયો છે અને જીલ્લા એસપી કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમમાંથી આ પ્રોજેક્ટનું સંચાલન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 34 કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં મોરબી એસપી કચેરી ખાતે પણ સીસીટીવી પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે.