અરવલ્લીના મોડાસામાં હાથરસની ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઇ - protest against hathras case
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં રવિવારે ઉત્તર પ્રદેશની હાથરસ દુષ્કર્મ ઘટનાના વિરોધમાં કોંગ્રેસ તેમજ અન્ય NGO દ્વારા મોડાસા ચાર રસ્તા પર કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. આ ઘટનામાં પીડિતાને ન્યાય મળે તેમજ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પૂર્વે પણ વાલ્મિકી સંગઠન અને અગમ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.