વડોદરામાં CAAનું સમર્થન, પ્રદેશ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ દ્વારા પત્રિકા વિતરણ - Support for CAA support
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5629645-thumbnail-3x2-vadodra.jpg)
વડોદરાઃ CAAના સમર્થનમાં વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક અભિયાન હાથધરવામાં આવ્યું હતું. સિટીઝન એમેડમેન્ટ એક્ટ CAA કાયદા વિશે લોકોને માહિતી આપવા રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોસ્ટ કાર્ડ, સહી ઝુંબેશ સહિત જન સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરાના વાડી વિસ્તાર સ્થિત પોમલી ફળિયા ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ તથા કાઉન્સિલરો અને વોર્ડ-16ના કાર્યકરોએ જન સંપર્ક સાધ્યો હતો. જેમાં વિસ્તારના રહીશોને પત્રિકાનું વિતરણ કરી CAA અંગે માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત રહીશો દ્વારા મોબાઈલ પર મિસ કોલ આપી CAAને સમર્થન આપવામાં આવ્યું હતું.