મહેસાણા અમદાવાદ હાઇવે પર ખાનગી મીની બસમાં ભભૂકી આગ - Ahemdabad
🎬 Watch Now: Feature Video
મહેસાણા: મહેસાણા અમદાવાદ હાઇવે પર જતી એક ખાનગી મીની બસમાં પેસેન્જરથી ભરેલી બસ મહેસાણા ટોલનાકાથી શિવાલા સર્કલ નજીક આવતા બસમાં એકાએક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે અમદાવાદ મહેસાણા હાઇવે પર ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે બસમાંથી મુસાફરોને બહાર કાઢી સુરક્ષિત સ્થાને લઈ જવાયા હતા. તો અગ્નિશામકની મદદથી આગ પર કાબુ લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પ્રાથમિક તપાસમાં કોઈ જાન હાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. તો બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સની મીની બસમાં આગને પગલે બસમાં મોટું નુકશાન થવા પામ્યું હતું.