બોટાદ ખાતે તાજીયાના જુલુસ નિકળ્યા, જુઓ વીડિયો... - Botad
🎬 Watch Now: Feature Video
બોટાદ: કરબલાના યુદ્ધ સમયે શહીદી વહોરનાર ઇમામ હુસેન તથા અન્ય શહિદોની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજીયાના જુલૂસ કાઢવામાં આવે છે ત્યારે મંગળવારે બોટાદ જિલ્લામાં પણ મુસ્લિમ સમાજની વિવિધ કમિટી દ્વારા તાજીયાના જુલૂસ કાઢવામાં આવેલ હતા. આ તાજીયા જુલૂસમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ઢોલ નગારા વગાડી ચોકારો લઈ વિવિધ કરતબો કરવામાં આવેલ હતા. બોટાદમાં તાજીયાના જુલૂસ બોટાદના રાજમાર્ગો પર ફરેલા હતા. હિન્દુ મુસ્લિમ કોમી એકતા વચ્ચે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોટાદમાં તાજીયાના જુલૂસ કાઢવામાં આવ્યા હતા.