કુતિયાણામાં લોકોએ રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’નો સંદેશો પાઠવ્યો - રાજ્યમાં કઇ જગ્યાએ રક્તદાન યોજાયું
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8117870-929-8117870-1595341636047.jpg)
પોરબંદરઃ રક્તદાન એ જીવનદાન છે. અનેક લોકોના જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય છે કે, પરિવારનો કોઈ સભ્ય હૉસ્પિટલમાં દાખલ થવું હોય અને રક્તની જરૂર હોય પરંતુ આવા સમયે રક્ત નથી મળતું. ત્યારે ઘણીવાર લોકો જીવ પણ ગુમાવે છે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત પડતા આજે મંગળવારે કુતિયાણા ખાતે મામલતદાર કચેરી આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કુતિયાણા મહેર સમાજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુતિયાણા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સહિત કુતિયાણાના તમામ નગરજનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી અને રક્તદાન મહાદાનનો સંદેશો પાઠવ્યો હતો.