કપડવંજમાં ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાની સમજ માટે જનજાગૃતિ અભિયાન - ખેડામાં જનજાગૃતિ અભિયાન સંમેલન
🎬 Watch Now: Feature Video

ખેડા: જિલ્લાના કપડવંજ ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા CAA કાયદાની વિસ્તૃત સમજ અને જાણકારી માટે જનજાગૃતિ અભિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદાનું સમર્થન કરી CAA કાયદાની જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપના આગેવાન મહેશભાઈ કસવાલા અને ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા CAA કાયદા અંગે સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.