નડિયાદમાં LIC દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે બાઈક રેલી યોજાઈ - વર્ષગાંઠ
🎬 Watch Now: Feature Video
નડિયાદઃ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા હાલમાં 63મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સામાજીક પ્રવૃત્તિઓના ભાગરૂપે નડિયાદમાં સ્વચ્છતા રાખવા માટે લોકોમાં જાગૃતિ કેળવાય તથા પર્યાવરણના જતન માટે પ્રયત્નશીલ બને તેમજ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળે તે માટે ગ્રીન નડિયાદ ક્લીન નડિયાદ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અંગેના બેનરો સાથે LIC ઓફિસથી નીકળી બાઈક રેલી નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં LICના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.