વેક્સીનેશનના બદલે કોરોના મંત્રથી લોકો સાજા થવાનો દાવો!
🎬 Watch Now: Feature Video
નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં લોકો વેક્સીનેશનના મામલે તંત્રને નિરાશ કરી રહ્યાં છે. લોકો કોરોના વાયરસથી બચવા વેક્સીન નહીં પણ કોરોના મંત્ર બોલી રહ્યાં છે. તેનાથી ગામડાના આદિવાસી લોકો સારા થવાના તાંત્રિકનો દાવો છે. નર્મદા જિલ્લામાં કોરોનાં વેકેસીનને લઈ લોકોમાં જાગૃતિ નથી અને વેક્સીન મુકાવતા તેઓ ડરે છે. સાથે જિલ્લા આજે પણ આદિવાસી લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે અને જો તાવ કે અન્ય બીમારીમાં લોકો ભૂવા પાસે જાય છે. લોકોનું એવું માનવું છે કે કોરોના વેક્સીન મુકવાથી માણસ બીમાર પડી જાય છે મરી જાય છે અને લોકોમાં વેકસીનને લઈ ડર છે જેના કારણે વેક્સિન મુકાવતા નથી જે બાબતે પૂર્વ સરપંચ પણ કહી રહ્યા છે કે કેટલીક અંધશ્રદ્ધા પણ છે.જોકે એક સાધુ પણ મળી આવ્યાં જેવોનું પણ માનવું છેકે કોરોના જેવું કાંઈ છેજ નહીં. જે લોકો બીમાર પડતા આ સાધુ પાસે આવે છે તેમને આ સાધુએ સાધના થકી સાજા પણ કર્યાના દાવા આ સાધુએ કર્યા હતાં. કોરોનાને મટાડવા માટેનો મંત્ર પણ તેઓ કરે છે.