સુરત: વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શંકરના આ પવિત્ર શિવલિંગને કરોડો વર્ષોથી વર્ષના પહેલા જ એકાદશીના રોજ શિવભક્તો ભગવાન શંકરને જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. જોકે કરચલા ચઢાવવા પાછળનું બીજું કારણ આ પણ છે કે, જે કોઈ વ્યક્તિને કાનની બીમારીઓ હોય તે વ્યક્તિ અહીં આવીને શિવલિંગની પૂજા અર્ચના કરીને શિવલિંગ ઉપર જીવતા કેટલાક ચડાવી પોતાની કાનની બીમારી દૂર થાય તેવી મનોકામના માંગે છે અને તેમની મનોકામના પૂર્ણ થયા બાદ તેઓ ફરીથી એક વર્ષ પૂર્ણ થયા બાદ આ જીવતા કરચલા ચડાવી ભગવાન શંકરને પ્રસન્ન કરતા હોય છે.
જાણો શુું છે ઈતિહાસ: આજથી કરોડો વર્ષ પહેલા ત્રેતા યુગના સમયે જ્યારે રામ ભગવાન પોતાનો 14 વર્ષના વનવાસ ભોગી રહ્યા હતા, ત્યારે તેઓ આ પવિત્રભૂમિ ઉમરા ગામમાં આવ્યા હતા અને તે સમયેે તાપી નદી એક દરિયા સમાન હતી. ભગવાન રામે અહી પોતાના પિતા દશરથનો શ્રાદ્વ કર્યો હતો અને ત્યારબાદ અહીં રોકાયા હતા, ત્યારબાદ તેઓ જ્યારે અહીંથી જઈ રહ્યા હતા ત્યારે ભગવાન શંકરની પૂજા અર્ચના કરી હતી અને પોતાના બાણથી એક શિવલિંગ પ્રગટ કર્યું હતું.
જોકે આ શિવલિંગની પૂજા અર્ચના કર્યા બાદ ભગવાન રામને સાક્ષી તરીકે કોઈ હતું નહીં જેથી તેમણે જીવતા કરચલા શિવલિંગ ઉપર અર્પણ કરી પોતાનો વનવાસ ફરી ચાલુ રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હે ભગવાન શિવ શંકર મારી પાસે સાક્ષી તરીકે કોઈ જીવ નથી જેથી હું આ જીવતો તમારી ઉપર ચડાવી રહ્યો છું. આ જીવતો કરચલા આજે ચઢાવ્યો છું અને હવે આ જ કરચલો જ્યાં સુધી પુથ્વી રહેશે ત્યાં સુધી આ જન્મભૂમિના તમારા ભક્તો તમારી ઉપર ચડાવશે અને તમે તેમની મનોકામના પૂર્ણ કરજો એવી મારી પ્રાર્થના છે.
કરચલાઓને ફરીથી દરિયામાં છોડી દેવામાં આવે છે: આજના દિવસે જ વહેલી સવારથી શિવ ભક્તોની ખૂબ જ લાંબી લાઈનો લાગી જતી હોય છે. મંદિરની બહાર મોટો મેળો પણ લાગી જતો હોય છે. આ મેળામાં ખાસ કરીને દાહોદથી લોકો આવતા હોય છે અને સ્થાનિક લોકો પણ અહીં પોતપોતાના સ્ટોલ લગાવી પોતાનું જે તે વસ્તુનું વેચાણ કરતા હોય છે. ભગવાન શંકરના શિવલિંગ પર જે પણ કાચલાઓ ચઢાવવામાં આવે છે, તેઓને કરચલાઓને ફરીથી દરિયામાં છોડી દેવામાં આવે છે.
આ પણ વાંચો: