ઉંઝા-મહેસાણા: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવચા ઉંઝા રેલવે સ્ટેશનથી આજે મહા શિવરાત્રીના પર્વે (26 ફેબ્રુઆરી 2025) ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT)નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ઉંઝાના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે લીલી ઝંડી આપીના આ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી પણ આપી. ઉંઝા ટર્મિનલથી જીરૂ, ઈસબગુલ સહિતના અન્ય મસાલાઓથી ભરેલી આ પ્રથમ કન્ટેનર ટ્રેનને મુદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે લીલી ઝંડી આપીને રવાના કરી હતી.

મંડળના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ માલ પરિવહનના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતીક છે, આ સૌ પ્રથમ લોડિંગમાં 100 કન્ટેનરને લાદવામાં આવ્યા છે. જેનાથી રેલવેને 9.16 લાખની આવક થશે. જે આ ટર્મિનલની આર્થિક સફળતાને દર્શાવે છે.

સિનિયર ડિવિઝનલ અને કોમર્શિયલ મેનેજર શ્રી અન્નુ સાઈએ આ ઐતિહાસિક સિદ્ધિને શક્ય બનાવવા માટે સહકાર આપવા બદલ તમામ હિતધારકો, ખાસ કરીને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ, અદાણી લોજિસ્ટિક્સ, ઉંજા બિઝનેસમેન, ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રેલવે અધિકારીઓ અને ક્રૂનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સિદ્ધિ સામૂહિક પરિવહનના નવા યુગની શરૂઆત દર્શાવે છે, જ્યાં રેલવે ભારતની આર્થિક અને ખેતી પ્રગતિની કરોડરજ્જુ બનશે.