હૈદરાબાદ: ફિલ્મોમાંથી રાજકારણમાં પ્રવેશેલા તમિલ સુપરસ્ટાર 'થલાપતિ' વિજયની છેલ્લી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી, દર્શકો તેના ટાઈટલ અને ફિલ્મમાંથી વિજયના પહેલા દેખાવ અને દરેક અપડેટની રાહ જોઈ રહ્યા છે. વિજયની છેલ્લી ફિલ્મ 'થલાપથિ 69' છે, જેના માટે નિર્માતાઓએ 26 જાન્યુઆરીનું ટાઈટલ પસંદ કર્યું હતું અને વચન મુજબ આજે પ્રજાસત્તાક દિવસે નિર્માતાઓએ ફિલ્મનું ટાઈટલ અને વિજયનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે.
'થલાપથિ 69' નું ટાઈટલ જાહેર
KVN પ્રોડક્શને વિજયની છેલ્લી ફિલ્મનું પોસ્ટર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિલીઝ કર્યું અને તેની સાથે તેનું ટાઇટલ પણ જાહેર કર્યું. તેનું ટાઈટલ છે - 'જન નયાગન', પોસ્ટર રિલીઝ કરતા નિર્માતાઓએ લખ્યું કે, 'આપણે તેને 'થલાપથિ 69' નો ફર્સ્ટ લુક જેને 'જન નાયગન' કહી શકીએ છીએ.' તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ નિર્માતાઓએ વિજયની બધી ફિલ્મોનો એક શાનદાર વીડિયો બનાવ્યો અને જાહેરાત કરી હતી કે, વિજયની આગામી ફિલ્મનું ટાઈટલ 26 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.
જન નાયગન વિજયની છેલ્લી ફિલ્મ
'જન નાયગન' સાઉથ સ્ટાર વિજયની છેલ્લી ફિલ્મ છે. ટાઈટલ અને ફર્સ્ટ લુક પરથી સ્પષ્ટ છે કે, આ ફિલ્મ રાજકારણ સાથે સંબંધિત હશે. કારણ કે, પહેલા રિલીઝ થયેલા પોસ્ટરમાં લખ્યું છે - 'ધ ટોર્ચ બેરર ઓફ ડેમોક્રેસી'. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ પછી વિજય ફિલ્મ ઉદ્યોગને અલવિદા કહેશે અને પોતાના રાજકીય કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમના રાજકીય પક્ષનું નામ તમિલગા વૈત્રી કઝગમ છે. ફિલ્મ ઉદ્યોગ છોડવાના સમાચાર પર, વિજયે તેમની પહેલી રાજકીય રેલીમાં કહ્યું, 'હું મારી હિટ કારકિર્દી અને મોટી કમાણી છોડીને તમારી પાસે આવ્યો છું, હું લોકોની સેવા કરવા આવ્યો છું.'
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
થલાપતિ વિજયની આ ફિલ્મ ઓક્ટોબર 2025માં રિલીઝ થશે. જો અહેવાલો પર ધ્યાન આપીએ તો, સુપરસ્ટારે આ ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી વધુ 275 કરોડ રૂપિયા ફી લીધી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિજયની છેલ્લી ફિલ્મ 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ' હતી. જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. તેનું વેંકટ પ્રભુએ દિગ્દર્શન કર્યું હતું.
આ પણ વાંચો: