તાપી: 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપીમાં કરવામાં આવી. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ધ્વજવંદન દરમિયાન હેલીકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જે જિલ્લના લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.
તાપી જિલ્લા બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના 76મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના અલગ-અલગ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સવારે 9 વાગ્યે મહામહિમ રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરેડમાં ગુજરાત પોલીસની અલગ-અલગ પ્લટુનો એ પરેડ કરી હતી, અને દેશના તિરંગા ને સલામી આપી હતી.
સાથે જિલ્લાની અલગ-અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં હતી, જેમાં આદિવાસી સમાજની કૃતિઓ સહિત ગુજરાતની અનેક કૃતિઓને રજૂ કરવામાં આવી હતી, ત્યાર બાદ પોલીસ જવાનો દ્વારા બાઈક પર સ્ટંટ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ડોગ શો પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, ત્યાર બાદમાં અશ્વ દળનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં તાપી જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.