ETV Bharat / bharat

પીએમ મોદીએ 76મા પ્રજાસત્તાક દિવસની પાઠવી શુભકામનાઓ, રંગબેરંગી પાઘડી રહી આકર્ષણનુું કેન્દ્ર - 76TH REPUBLIC DAY

પ્રજાસત્તાક દિવસ 2025: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફેદ કુર્તા-પાયજામા અને ભૂરા રંગનું બંધગળાનું જેકેટ પહેર્યું હતું.

76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પીએમ મોદીએ પહેરી રંગબેરંગી પાઘડી
76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પીએમ મોદીએ પહેરી રંગબેરંગી પાઘડી (PTI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2025, 1:42 PM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય પ્રસંગોએ ચમકદાર અને રંગબેરંગી પાઘડી પહેરવાની પોતાની પરંપરા ચાલુ રાખી અને 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તેજસ્વી લાલ અને પીળી પાઘડી પસંદ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા.

પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

શ્રદ્ધાંજલિ આપ્યા પછી, તેઓ વાર્ષિક પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા.આ પહેલા રવિવારે પીએમ મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, "આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જેમણે આપણું બંધારણ બનાવ્યું અને ખાતરી કરી કે, આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત હોય."

વડાપ્રધાને X પર લખ્યું કે, "અમે આશા રાખીએ છીએ કે, આ રાષ્ટ્રીય ઉજવણી આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે."

2014 થી રંગબેરંગી પાઘડીઓની વિશેષતા

ઉલ્લેખનીય છે કે, 2014 માં પદભાર સંભાળ્યું ત્યારથી વડાપ્રધાનની સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આકર્ષક અને રંગબેરંગી પાઘડીઓ એક વિશેષતા રહી છે. 2024 ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે, પ્રધાનમંત્રીએ ભારતની વિવિધતા દર્શાવતી 'બાંધણી' પાઘડી પહેરી હતી. પ્રધાનમંત્રીએ 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજસ્થાની બાંધણી પાઘડી પણ પહેરી હતી.

તમને જણાવી દઈએ કે, ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય મહેમાન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત પરેડની અધ્યક્ષતા કરી હતી.

આ પણ વાંચો:

  1. વાઘા બોર્ડર પર ત્રિરંગો ફરકાવ્યો, મીઠાઈ વહેંચવામાં આવી, દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
  2. રાહુલ ગાંધીની રેલીમાં રાજકીય ભાષણ પર પ્રતિબંધ, કોંગ્રેસ ગુસ્સે થતાં સંશોધિત આદેશ જારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.