કચ્છ: 76માં પ્રજાસત્તાક દિવસે કચ્છની સરહદથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. BSFના જવાનોને કચ્છની સરહદ પર શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવતા વધુ તપાસ કરતા સમયે એક ઘૂસણખોર ઝડપાયો હતો. બોર્ડર પાસેથી શંકાસ્પદ ઘૂસણખોર ઝડપાયો હતો. જોકે પ્રાથમિક તપાસમાં કાઈ શંકાસ્પદ વસ્તુ તેની પાસેથી મળી આવી નથી. તો BSFના જવાનોએ ઝડપેલા પાકિસ્તાનીની હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે.
સીમા સુરક્ષા દળે પાકિસ્તાની ઘૂસણખોર યુવાનને ઝડપી પાડ્યો
કચ્છની સરહદ પરથી આજે સીમા સુરક્ષા દળે ઘૂસણખોર યુવાનને ઝડપી પાડ્યો હતો અને તપાસ દરમિયાન આ ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે. આ યુવાન પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો ખાવર નામનો પાકિસ્તાની નાગરિક છે. તો પ્રજાસતાક દિવસના ધ્યાનમાં રાખીને બીએસએફની આંતરરાષ્ટ્રીય સીમા પણ વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
સીમા સુરક્ષા દળે પણ સઘન પેટ્રોલિંગ વધાર્યું
BSFએ ઝડપેલા પાકિસ્તાનીની હાલ પૂછપરછ ચાલુ છે. માછીમારીની આડમાં કચ્છની દરિયાઇ સીમાએથી સામે પારથી ડ્રગ્સ ઘૂસાડવા સહિતના કારનામા અગાઉ સામે આવી ચૂક્યા છે. ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓ હંમેશા સતત સતર્ક રહે છે અને આ પ્રકારની નાપાક હરકતોને રોકે છે અને ખાસ કરીને ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સીમા સુરક્ષા દળે પણ સઘન પેટ્રોલિંગ વધારી દીધું છે અને સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
- ભાવનગરના 2 યુવાનો બાઈક પર મહાકુંભ માટે 'રવાના', કેટલા દિવસમાં પહોંચશે જાણો
- પ્રજાસત્તાક પર્વને લઈને સોમનાથ મંદિરમાં કરાયો ત્રિરંગાનો શણગાર, ભાવિકોએ દર્શન કરી ઉજવણી