ભરૂચ લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું - ભરૂચ લોક જનશક્તિ પાર્ટી
🎬 Watch Now: Feature Video

ભરૂચઃ ભરૂચ લોક જનશક્તિ પાર્ટી દ્વારા બુધવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ-19 જયાબહેન મોદી અને જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાના ગ્રાફને જોતા ભરૂચમાં કોરોનાના દર્દી હજુ પણ વધવાની શક્યતા છે. ત્યારે જિલ્લામાં 200 બેડની હોસ્પિટલ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ કરવા માટે લેબ શરુ કરવાની માંગ પણ કરવામાં આવી છે.