ડીસામાં યોજાઈ ભાગવત કથા - deesa

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 16, 2019, 10:51 AM IST

ડીસા: કાર્તિક મહિનામાં ભાગવત કથાનું ઠેર ઠેર આયોજન થાય છે. આ માસમાં ભાગવત કથાનું શ્રવણ કરવાનો અનેરો મહિમા છે. ત્યારે ડીસામાં અંતરા ખાતે કાનાબાર પરિવાર દ્વારા ભવ્ય ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડીસા ખાતે શરૂ થયેલી ભાગવત કથાના પ્રથમ દિવસે જ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા. ભાગવત કથામાં પોથીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત કથાનું રસપાન અંજારથી પધારેલા શાસ્ત્રી પ્રદીપભાઈ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભાગવત કથા સાત દિવસ સુધી ચાલનાર છે અને શાસ્ત્રીજી દ્વારા અલગ-અલગ પ્રકારે તેમના મુખેથી કથાનું રસપાન લોકોને કરવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.