બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા - seven police personnel suspended
🎬 Watch Now: Feature Video

દારૂબંધી હોવા છતાં પણ બનાસકાંઠામાં રાજસ્થાનમાંથી લાખો રૂપિયા દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે અઠવાડિયા અગાઉ ભાભર અને થરા માં એલસીડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ભાભર અને થરાદમાંથી લાખ્ખો રૂપિયાના દારૂ સાથે બૂટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે સમયે સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી જેથી જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ ભાભર માં 5 અને થરા માં 2 સહિત કુલ 7 પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા છે.